ગુજરાત સરકારની તમામ વેબસાઈટને લઈને એક ખબર આવી જેને જાણી લેવી જરુરી છે. ગાંધીનગર ખાતે ડેટા રિપેરીંગની કામગીરી હોવાથી સેન્ટર તમામ વેબસાઈટ 3 દિવસ માટે બંધ રાખશે.
ગુજરાત સરકારની GSWAN નેટવર્ક સાથે જોડાયેલી તમામ સેવાઓને 3 દિવસ બંધ કરવામાં આવશે. આમ જો કોઈ કામ બાકી હોય તો વહેલાં કરી લેવું હિતાવહ છે. 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તમામ સરકારી વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ અને તમામ ઈન્ટરનેટ સર્વિસ ટૂંક સમય માટે બંધ કરી દેવાશે. ડેટા સેન્ટર ખાતે કામગીરી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો.
-
31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તમામ સરકારી વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ અને તમામ ઈન્ટરનેટ સર્વિસ ટૂંક સમય માટે બંધ કરી દેવાશે…