આ હુમલો ખુરમ દરગાહથી પાછા ફરતી વખતે થયો જમ્મુના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યાં

ના કાફલા પર હુમલાની ઘટના સામે આવી રહી છે. જાણકારી અનુસાર, અનંતનાગમાં મહેબૂબી મુફ્તીના કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો છે. આ હુમલામાં પૂર્વ સીએમ માંડ માંડ બચ્યા છે.
તમને જણાવી દઈએ કે, અનંતનાગ મુફ્તી પરિવારનો ગઢ રહ્યો છે. મુફ્તી મોહમ્મદ સઈદ પણ આ સીટ પરથી જ ધારાસભ્ય રહ્યા છે. તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી આ સીટથી સાંસદ બન્યા, ત્યારબાદ તે સીએમ બન્યા. જમ્મુની આ સીટ ખુબ જ સંવંદનશિલ માનવામાં આવે છે. માત્ર અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, મહેબૂબા મુફ્તી પર હુમલો એવા સમયે થયો જ્યારે તે ખુરમ દરગાહથી પાછા ફરી રહ્યા હતા. મળતી જાણકારી અનુસાર, કાફલા પર હુમલા સમયે તેમને કોઈ પહોંચી નથી. તે સુરક્ષિત નીકળી શક્્યા.
જાકે, તેમના કાફલાની એક ગાડીને નુકશાન પહોંચ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી જે લોકોએ તેમના કાફલા પર હુમલો કર્યો તેમની ઓળખ નથી થઈ શકી.