આ સંપત્તિમાં રોકડ રકમ ઉપરાંત ફ્લેટ-જમીનના પ્લોટનો સમાવેશ પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ત્યાં ઇડીના દરોડાઃ ૩.૬૮ કરોડની સંપત્તિ જપ્ત

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચોટાલાની બેહિસાબી ત્રણ કરોડ ૬૮ લાખ રૂપિયાની સંપત્તિ એન્ફોર્સમેન્ટ વિભાગે જપ્ત કરી લીધી હતી. આ સંપત્તિમાં રોકડ રકમ ઉપરાંત આલીશાન ફ્લેટ અને જમીનના પ્લોટનો સમાવેશ થયો હતો.
વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓમ પ્રકાશના પુત્રો અભય અને અજય ચૌટાલા સામે ૧૯૯૩થી ૨૦૦૬ વચ્ચે મેળવેલી બેહિસાબી સંપત્તિનો કેસ કર્યો હતો. આ સંપત્તિનો કોઇ હિસાબ આ ભાઇઓ આપી શક્્યા નહોતા એટલે સંબંધિત વિભાગે આ સંપત્તિ કબજે લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશને ૨૦૧૩માં જેબીટી કૌભાંડમાં કોર્ટે આરોપી જાહેર કર્યા હતા અને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ઓમ પ્રકાશ હાલ તિહાર જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે.