આ વિમાનનો ઉપયોગ નાના ઉપગ્રહોને અવકાશમાં લઇ જવા માટે થશે વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

આ વિમાનના પંખાની લંબાઈ એક ફુટબોલ મેદાનથી પણ વધારે છે
(જી.એન.એસ)વાશિંગ્ટન,તા.૧૪
દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયાનાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું છે. આ વિમાનમાં ૬ બોઈન્ગ ૭૪૭ એÂન્જન લાગેલા છે. વિમાનનો પંખો એક ફુટબોલ મેદાન કરતા પણ મોટો છે. જેને સ્કેલ્ડ કમ્પોડિટ્‌સ એÂન્જનીયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે.
આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે. જા આ યોજના સફળ નિવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા માટે આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઓછો થશે.
આ બે એરક્રાફ્ટ બોડીવાળું વિમાન છે. જેની બોડી પરસ્પર જાડાયેલી છે. વિમાનમાં ૬ એÂન્જન લગાડવામાં આવ્યા છે. વિમાનના પંખાની લંબાઈ ૩૮૫ ફુટ છે. વિમાન પહેલી ઉડાનમાં જ ૧૫ હજાર ફુટે પહોંચ્યું હતું. આ દરમિયાન તેની ગતિ ૧૭૦ માઈલ પ્રતિ કલાક રહી હતી. જેને સેટેલાઈટના લોન્ચ પેડ માટે તૈયાર કરવામાં આવ્યું છે.