આ મિસાઇલનું મારક ક્ષમતા ૧૦૦૦ કિમી સુધીની,અમેરિકી ટોમહોકની સમકક્ષ છે નિર્ભય ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતે આજે ૧૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિયાશા તટીય વિસ્તારમાં તેનું પરીક્ષણ કરાયું હતું.
આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ તેને હવે ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશન (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા આ મિસાઇલનું નિર્માણ કરાયું છે.
આ મિસાઇલ મારક ક્ષમતામાં અમેરિકાની ટોમહોક મિસાઇલની બરાબરી કરે છે. નિર્ભય મિસાઇલ તેની સાથે ૩૦૦ કિલોગ્રામ સુધીના વોરહેડને લઇ જવાન ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ખૂબ જ સટિકતા સાથે લક્ષ્યને વીંધી નાખવાની કાબેલિયત ધરાવે છે.
ચીન અને પાકિસ્તાન તરફથી વધતા ખતરાઓને ધ્યાનમાં રાખીને ભારતે લાંબા અંતરની સોનિક ક્રૂઝ મિસાઇલના નિર્માણની યોજના બનાવી હતી જા કે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમને કારણે આ રેન્જથી વધારે રેન્જની મિસાઇલનું નિર્માણ કરવા માટે વિદેશી સહયોગ મળે તે શક્્ય ના હતું. તેથી ડીઆરડીઓએ એકલા હાથે આ મિસાઇલ નિર્માણનું બિડુ ઝડપ્યું હતું.