આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર, કરવા માંગતા હતા કિડનેપ…

રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરને કોઈ ઓળખ આપવાની જરૂર નથી. શોએબ બે વસ્તુઓ માટે જાણીતા છે. એક તેમની બોલિંગ કરવાની સ્પીડ અને બીજો તેમનો ગુસ્સો. શોએબનો ગુસ્સો ખૂબ જ તેજ હતો, તેઓ ખૂબ જ અગ્રેસિવ હતા. પરંતુ આ ગુસ્સાવાળા ક્રિકેટરની જિંગદીમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ પોતાનું દિલ હારી બેઠા અને તે પણ બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પર.

  • વાત એ હદ સુધી આવી ગઈ કે શોએબ, સોનાલીનો ફોટો પોતાના પર્સમાં રાખીને ફરતા હતા…

એક ઈન્ટરવ્યૂમાં શોએબે ખુદ એ વાતનો ખુલાસો કર્યો કે તેઓ સોનાલીને એટલા ચાહવા લાગ્યા હતા કે તેમને કિડનેપ કરવા પણ તૈયાર હતા. શોએબે કહ્યું કે, ભારતના પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત સોનાલી સાથે થઈ હતી અને પહેલી નજરમાં જ તેઓ દિલ દઈ બેઠા. આ બાદ તેમણે સોનાલીને ‘ઈંગ્લિશ બાબૂ દેશી મેમ’ ફિલ્મમાં જોયા અને તેના દીવાના થઈ ગયા. વાત એ હદ સુધી આવી ગઈ કે શોએબ, સોનાલીનો ફોટો પોતાના પર્સમાં રાખીને ફરતા હતા.

શોએબે જણાવ્યું કે તેણે વિચારી લીધું હતું કે, જો સોનાલીએ તેનું પ્રપોઝલ ઠુકરાવી દીધું તો તેઓ તેને કિડનેપ કરી લેશે. જો કે આ વાત તેમણે મજાકમાં કહી હતી. બાદમાં જ્યારે આ વિશે સોનાલીને પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે શોએબ અખ્તર નામના કોઈ પાકિસ્તાની ક્રિકેટરને નથી ઓળખતી. તે ક્રિકેટની ફેન નથી એટલે ક્રિકેટર્સ વિશે વધુ નથી જાણતી. જો કે, તેમણે શોએબ અખ્તરને પોતાનો ફેન હોવા બદલ ધન્યવાદ કહ્યું.