આ પાર્ટીએ કરી ભારતમાં બુરખા પર પ્રતિબંધની માગ, પૂછ્યું- રાવણની લંકામાં થયું તો..

BJPની સહયોગી પાર્ટી શિવસેનાએ શ્રીલંકામાં બુરખા પર બેન બાદ ભારતમાં પણ એવી પાબંધીની માગ કરી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં શ્રીલંકા સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતા બુરખા પર બેનની માગ કરતો એડિટોરીયલ લેખ લખવામાં આવ્યો છે. જેનું હેડિંગ છે, ‘વડાપ્રધાન મોદીને સવાલઃ રાવણની લંકામાં થયું, રામની અયોધ્યામાં ક્યારે થશે’ રાખવામાં આવ્યું છે. શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે બુરખા પર પાબંધી લગાવી છે. આ અંગે શિવસેનાએ ફ્રાન્સ, બ્રિટન અને ન્યુઝીલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતા ભારતમાં પણ બુરખા અને એ પ્રકારના નકાબ પર પાબંધીને રાષ્ટ્રહિતમાં ગણાવી છે. એડિટ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોટાભાગની મુસ્લિમ મહિલાઓ પણ બુરખાની વિરોધી છે.

આ ઉપરાંત, તેમાં સરકારી આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, છતા કોલંબોના બોમ્બ વિસ્ફોટમાં 500 કરતા વધુ માસુમોની બલિ ચઢી ગઈ છે. લિટ્ટાના આતંકથી મુક્ત થયેલો આ દેશ હવે ઈસ્લામી આતંકવાદની બલિ ચડ્યો છે. ભારત, ખાસ કરીને તેનો જમ્મુ-કાશ્મીર પ્રાંત એ જ ઈસ્લામી આતંકવાદથી ત્રસ્ત છે. સવાલ એટલો નથી કે શ્રીલંકા, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને બ્રિટન જેવા દેશો જે રીતે કડક પગલાં લઈ રહ્યા છે, એ જ પ્રકારના પગલાં આપણે ક્યારે લઈશું?

સાથે જ કહેવામાં આવ્યું છે કે, ભીષણ બોમ્બ વિસ્ફોટ બાદ શ્રીલંકામાં બુરખા અને નકાબ સહિત ચહેરાને ઢાંકતી દરેક એવી વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને PM મોદી પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિની રાહ પર ચાલીને નવા હિન્દુસ્તાનમાં બુરખા અને એ જ પ્રકારના નકાબ બેન કરે, એવી માગ રાષ્ટ્રહિત માટે કરી રહ્યા છીએ.