આ જ પત્ની જન્મો જન્મ મળેએ માટે પતિઓએ કર્યુ વટસાવિત્રીનું વ્રત…!

  • એટલુ જ નહીં લગભગ ૪૦ જેટલા પુરૂષોએ વડની ફરતે સુતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા…

જોકસની માર્કેટમાં પતિ-પત્તિના સંબંધો એ સોૈથી સરળ વિષ્ય છે. પત્નીઓની ઘણી મજાક પણ ઉડાડાય છે. જોકે હજીયેભારતમાં કેટલાક પુરૂષો એવા છે, જેઓ પત્ની માટે ખુબ પ્રેમ અને રિસ્પેકટ ધરાવે છે. આ પતિઓને તેમને મળી એ જ પત્ની જન્મોજન્મ મળે એ માટે વટસાવિત્રીના દિવસે વડની ફરતે સાત ફેરા લીધા હતા.

પૂણે પાસે આવેલા સાંગવી શહેરમાં માનવ હક સંરક્ષણ અને જાગૃતિ સંસ્થાનના કેટલાક પુરૂષોએ સ્ત્રી-પુરૂષ સમાનતા દાખવવા માટે વટસાવિત્રી પુર્ણિમાનું વ્રત કર્યુ હતું. એટલુ જ નહીં લગભગ ૪૦ જેટલા પુરૂષોએ વડની ફરતે સુતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા હતા.