આસોદર ચોકડી પાસે રોજગારી ગુમાવનાર વેપારીઓની મુલાકાત લેતા ધારાસભ્ય અમિત ચાવડા

ધારાસભ્ય અમિત ચાવડાએ રોજગારી ગુમાવનાર નાના વેપારીઓને મળી સરકારને કડક રજુઆત કરવાની બાંહેધરી આપી…

આંકલાવ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે ગુજરાત ભાજપ શાસિત સરકારની ઉદાસીનતાનો ભોગ બનેલા વાસદ-બગોદરા હાઇવે પ્રોજેકટમાં આંકલાવ તાલુકાનું રોજગારીનું હબ ગણાતા આસોદર ખાતે બોક્સ ટાઈપ બ્રિજના બદલે કોલમ વાળા બ્રિજની માંગણી કરવામાં આવી.
જેને લઈ નાના તેમજ મધ્યમ વર્ગના લોકોની રોજગારી યથાવત રહે તે માટે આજરોજ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે લઈ રોજગારી ગુમાવનાર નાના વેપારીઓને મળી એમની માગણીઓને અનુરૂપ થાય એવી સરકારને કડક રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.