આસોદર ચોકડી પાસે ધંધા-ઉદ્યોગને લાભ થાય તેવો બ્રીજ બનાવવા ધારાસભ્ય અમિત ચાવડાની રજુઆત

બોક્ષ ટાઈપ બ્રીજને બદલે સ્ટ્રક્ચર ટાઈપ બ્રીજ બનાવવા ધારાસભ્ય અમિત ચાવડાની મુખ્યમંત્રીને રજુઆત…

આણંદ,

આંકલાવ તાલુકામાં આવેલ આસોદર ગામ તાલુકાનું ઈકોનોમીક હબ તરીકે જાણીતું છે. આસોદર ચોકડી વિસ્તારમાં તાલુકાનું મુખ્ય શાક માર્કેટ આવેલ છે. સદર ચોકડી ઉપર આંકલાવ સહીત આજુ-બાજુના ઘણા ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં રોજગાર ધંધાર્થે આવે છે.

હાલમાં વાસદ-બગોદરા છ માર્ગીય રોડ પસાર થઈ રહ્યો છે. જે અંતર્ગત આસોદર ચોકડી પાસે બોક્ષ ટાઈપના બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. બોક્ષ ટાઈપ બ્રિજ બનાવવામાં આવશે તો ધંધા ઉદ્યોગ ભાંગી પડવાનો ભય રહેલો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાની શક્યતા રહેલી છે. જેથી સદર વિસ્તારમાં બોક્ષ ટાઈપ બ્રીજના બદલે સ્ટ્રક્ચર (કોલમબીમ) વાળો બ્રીજ બનાવવા બાબતે ઘટતું થવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ વિનંતી કરાઈ છે.