આર.આર.સેલે ૧.૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરની ધરપકડ

ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી ધામા નાખ્યા છે. આર.આર.સેલના વીરભદ્ર સિંહ અને તેમની ટીમે માલપુર સોમપુર ચોકડીથી ધનસુરા તરફ વિદેશી દારૂ બોલેરો જીપમાં ભરી પસાર થતા ઉભારણના ભરત રમેશ ઠાકોરને અણીયોર કંપા નજીકથી ૧.૭૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
માલપુરની સોમપુર ચોકડી તરફથી આવતી બોલેરો જીપની ઝડપ શંકાસ્પદ જણાતા અણીયોર નજીક વોચ ઊભી રહેલી આર.આર.સેલની ટીમે બોલેરો જીપ (ગાડી.નં-જીજે ૯ એમ ૬૦૪૬ ) ને અટકાવી તલાસી લેતા જીપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને બિયર પેટી-૪૩ તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-૧૬૦૨ કિં.રૂ.૧૭૨૨૦૦/- નો જથ્થો જપ્ત કરી ભરત રમેશ ઠાકોર (મૂળ રહે, વાલેર જી. બનાસકાંઠા ) હાલ રહે, ઉભરાણ તા.માલપુર, જી-અરવલ્લીને દબોચી લઈ જીપની કિં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૫૭૨૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ માલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરી હતી.