આર્થિક તંગીથી પરેશાન થઈને પિતાએ ૩ દીકરીઓ સાથે આત્મહત્યા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ તેમની ૩ દીકરીઓ સાથે ઝેર ખઈને આત્મહત્યા કરી લીધી છે. તેમની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી માનવામાં આવી  છે. મૃતકનું નામ દીપક ગુપ્તા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપક ગુપ્તાએ તેમની ૯ વર્ષની દીકરી નવ્યા, ૭ વર્ષની દીકરી અદિતિ અને ૫ વર્ષની રિયા સાથે આત્મહત્યા કરી લીધી છે. તે સમયે તેની પત્ની પણ તેના ઘરે નહતી. દીપકે તેની પત્ની સાથે મારઝૂડ કરીને તેને પિયર મોકલી દીધી હતી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પરિવારજનોને જ્યારે દીપકે ઝેર ખાધુ હોવાની માહિતી મળી ત્યારે તે બધાને હોસ્પટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન જ ચારેય લોકોના મોત થઈ ગયા હતા.
નોંધનીય છે કે, આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તારમાં અંતિમ તબક્કામાં ૧૯ મેના દિવસે મતદાન થવાનું છે. અહીંથી ભારતીય જનતા પાર્ટીની ટિકટ સાથે વડાપ્રધાન મોદી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ગઈ વખતે વડાપ્રધાન મોદી અહીંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા અને પહેલીવાર સાંસદ બન્યા હતા.