આરબીઆઇના પૂર્વ રઘુરામ રાજન બોલ્યા : કોરોના જશે ત્યાં સુધીમાં દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે…

G4P75C Mumbai, Maharashtra, India. 29th Oct, 2013. 29 oct 2013 - Mumbai - INDIA.Governor Of the Reserve Bank of India, Raghuram Rajan Addresses a Press Conference on India's Economic Policies at RBI headquarters in Mumbai. © Subhash Sharma/ZUMA Wire/Alamy Live News

સરકારે આપેલી રાહત પૂરતી નથી, ભારતની અર્થવ્યવસ્થા હજુ ખરાબ થઇ શકે છે…

ન્યુ દિલ્હી : રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, દેશના જીડીપીના આંકડાથી સૌ કોઈએ એલર્ટ રહેવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યું કે, જ્યારે ઈન્ફોર્મલ સેક્ટરના આંકડા ઉમેરવામાં આવશે તો ઈકોનોમીમાં -૨૩.૯ ટકાનો ઘટાડો હજુ પણ નીચે જઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટાલીથી પણ વધારે નુકસાન થયું છે. આ બંને દેશો કોરોનાની મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રહ્યા.
રાજને કહ્યું કે, જ્યાં સુધી વાયરસ પર કન્ટ્રોલ નહીં મેળવવામાં આવે ત્યાં સુધી અન્ય ખર્ચની સ્થિતિ નબળી રહેશે. તેમણે કહ્યું કે, સરકારે અત્યાર સુધી જે રાહત આપી છે, તે પૂરતી નથી. સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે આજે સંશાધનોને બચાવવાની રણનીતિ પર ચાલી રહી છે જે આત્મઘાતી છે. સરકારી અધિકારીઓ વિચારી રહ્યા છે કે વાયરસ પર કાબૂ મેળવ્યા બાદ રાહત પેકેજ આપીશું. તે સ્થિતિની ગંભીરતાને ઓછી આંકી રહ્યા છે. ત્યાં સુધીમાં ઈકોનોમીને ખૂબ મોટું નુકસાન થઈ જશે.
તેમણે કહ્યું કે, જો તમે ઈકોનોમીને એક દર્દીની જેમ જુઓ તો તેને સતત સારવારની જરૂર છે. રાજને કહ્યું કે, રાહત વિના લોકો ખાવાનું છોડી દેશે, બાળકોનું એડમિશન સ્કૂલમાંથી કઢાવી લેશે અને તેમને કામ કરવા અથવા ભીખ માગવા માટે મોકલી દેશે. ઉછીના પૈસા લેવા માટે પોતાનું સોનું ગિરવે મૂકી દેશે. ઈએમઆઈ અને મકાનનું ભાડું વધતું જશે. આવી જ રીતે રાહતના અભાવથી નાની અને મધ્યમ કંપનીઓ પોતાના કર્મચારીઓને પગાર નહીં આપી શકે, તેમનું દેવું વધતું જશે અને છેલ્લે તે બંધ થઈ જશે. આવી જ રીતે જ્યાં સુધીમાં વાઈરસ પર કાબૂ મેળવવામાં આવશે, ત્યાં સુધીમાં ઈકોનોમી બરબાદ થઈ જશે.
ઇમ્ૈંના પૂર્વ ગવર્નરે કહ્યું કે આ ધારણા ખોટી છે કે સરકાર રિલીફ અને સ્ટિમુલસ, બંને પર ખર્ચ નથી કરી શકતી. રાજને કહ્યું કે, સંસાધનોને વધારવા અને ચતુરાઈ સાથે ખર્ચ કરવાની જરૂર છે. ઓટો જેવા કેટલાક સેક્ટરમાં ડિમાન્ડમાં તેજી વી-શેર્ડ રિકવરનું પ્રમાણ નથી.