આરબીઆઇએ દેશના ૧૦૦ ડિફોલ્ટરની ૬૨,૦૦૦ કરોડની લોન માફ કરી…

42

આરટીઆઇમાં મોટો ખુલાસો : કોના બાપની દિવાળી…

ન્યુ દિલ્હી : ભારતની કેન્દ્રીય બેન્ક દ્વારા ભારતના ટોચના ૧૦૦ ડિફૉલ્ટરની ૬૨૦૦૦ કરોડની લોન માફ કરી દેવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ભારતના ૧૦૦ મોટા દેવાદરોની લોન માફ કરવામાં આવી છે અને જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં જતીન મેહતાની કંપની ટોપમાં છે. રિઝર્વ બેન્ક દ્વારા એક રીપોર્ટ અનુસાર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૧૦૦ મોટા વિલફૂલ ડિફૉલ્ટર્સની લોન જતી કરવામાં આવી છે જેની કુલ કિંમત રૂપિયા ૬૨,૦૦૦ કરોડ થાય છે.
આરટીઆઇમાં વધુ એક મોટો ખુલાસો થયો છે કે લોન ચુકવ્યા વગર દેશમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ડિફૉલ્ટરની લિસ્ટમાં ટોચના ક્રમે છે અને કંપનીની એનપીએ પાંચ હજાર કરોડથી પણ વધારે છે. કંપનીની ૬૨૨ કરોડની લોન માફ કરવામાં આવી છે.
બિશ્વનાથ ગોસ્વામી દ્વારા એક આરટીઆઇ દાખલ કરવામાં આવી હતી જે બાદ આ માહિતીઑ બહાર આવી છે. જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં Winsome Diamondsની ૩,૦૯૮ કરોડ રૂપિયાની લોન જતી કરવામાં આવી છે અને આ યાદીમાં આગળ બાસમતી રાઈસ બનાવટી કંપની REI Agroની ૨,૭૮૯ કરોડ, કેમિકલ બનાવતી Kudos Chemieના ૧,૯૭૯ કરોડ રૂપિયા તથા કન્સ્ટ્રક્શન કંપની Zoom Developersના ૧,૯૨૭ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે.
બેન્ક દ્વારા જે કંપનીઓની લોન માફી કરવામાં આવી છે તેમાં ભાગેડુ વિજય માલ્યાને પણ રાહત મળી છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સની ૧,૩૧૪ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. આ સિવાય ABG Shipyard કંપનીની પણ ૧,૮૭૫ કરોડની લોનમાફી થઈ છે.