આમ આદમી પાર્ટીએ 2015મા કરેલા વાયદાઓમાંથી 96% પૂરા નથી કર્યા: થિંકટેંક

BJP સાથે સંબંધ ધરાવતા થિંકટેંકે મંગળવાર દાવો કર્યો હતો કે દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીએ 2015 વિધાનસભા ચૂંટણી પહેલા કરેલે 70 વાયદાઓમાં 67 પૂરાં નથી કર્યાં. થિંકટેંકનો આરોપ છે કે પાર્ટી પોતાની નિષ્ફળતાઓ છુપાવવાં માટે પૂર્ણ રાજ્યનો મુદ્દો ઉઠાવી રહી છે. થિંકટેંકનો દાવો એ સમયે આવ્યો છે જ્યારે દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન માટે હવે માત્ર 15 દિવસનો સમય બાકી વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીઓ આ વખતના લોકસભા ચૂંટણી માટે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

પબ્લિક પોલીસી રિસર્ચના નિર્દેશક અને BJP ના ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધેએ AAP ના 2015ના ઘોષણાપત્રને વિશ્વાસઘાત ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ અન્ય પાર્ટીઓનો મજાક ઉડાવી પોતાને પરિવર્તન લાવનારી પાર્ટી તરીકે રજૂ કરી હતી.

સહસ્ત્રબુદ્ધેએ AAP ના 2015ના ઘોષણારપત્રના ક્રિયાન્વન પર એક સમીક્ષા રિપોર્ટ રજૂ કરતા દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા 70 વાયદાઓમાંથી 67 પૂરાં કરવામાં નિષ્ફળ ગઇ છે અને અન્ય ત્રણ વાયદાઓમાં લોકોને ગેરમાર્ગે દોર્યા જે તેમના અધિકારક્ષેત્રથી બહાર છે. આ વાયદાઓમાં OROP આપવાનો વાયદો પણ સામેલ છે.