આમરોલમાં દલિતો અને સવર્ણો વચ્ચે વેર અટકાવવા આંકલાવ પોલીસે એવું તે શું કર્યું…?!

ધર્મની આડમાં રહી હિંસા ભડકાવી અને ટોળા એકઠા કરી ગુન્હા કરવાની આદત ધરાવતા દુર્યોધનો ક્યારેક પોલીસની સૂઝ-બુઝ અને ધૈર્યભર્યા નિર્ણયના કારણે ફાવતા નથી, આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ ડી.કે.રાઠોડ અને તેમની ટીમે પોલીસની લાજવાબ કામગીરી કરી સમાજના ઠેકેદારોને એક મજબૂત સંદેશ પહોંચાડ્યો છે.

ઈશ્વરની પ્રાર્થના હ્ય્દયની શુદ્ધિ માટે કરવી આવા સંદેશ લખેલા આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલ મહાદેવના મંદિરના પ્રવેશ દ્વારે કોઈ શંકી એ ”હરિજનને મંદિરમાં પ્રવેશ કરવો નહીં ” તેવું લખી સવર્ણો અને દલિતો વચ્ચે પલીતો ચાંપવાનો વધુ એક પ્રયાસ પોલીસે ના કામિયાબ બનાવ્યો હતો.

આજકાલ રાજ્યની સરકારને ”ભેરવવા” વારેવારે દલિતકાર્ડનો ઉપયોગ કરવાની જાણે ફેશન બની છે,તો પ્રસિદ્ધિ પામવા તેમજ નેતાગીરી કરવાનો શોર્ટકટ તરીકે પણ દલીતકાડ નો ઉપયોગ વધી પડ્યો છે,આવા સમયમાં જીલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ ના સીધા માર્ગદર્શન થી આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડી.કે.રાઠોડ અને તેમની પોલીસ ટીમે કરેલ કામગીરીને ધન્યવાદ આપવા ઘટે, ધર્મની આડમાં સવર્ણો અને દલિતો વચ્ચે વેર વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસને પોલીસે સંયમ, ધૈર્ય થી કરેલ કાનૂની પ્રક્રિયા થી વિફળ બનાવ્યો હતો, એટલુંજ નહીં પોલીસે એજ મહાદેવના મંદિરમાં ગામના સર્વજનને આમંત્રિત કરી ”સત્ય નારાયણ ની કથા” કહેવડાવી ધાર્મિક લાગણી ભડકાવી ”ખેલ” પાડનારા ”જોકરો” ને શાનમાં રહેવા સંદેશ પાઠવ્યો હતો.

–  લેખન-નિમેષ પીલુન