આપને મોટો ઝટકોઃ દેવેન્દ્ર સહરાવત ભાજપમાં જાડાયા

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીના વધુ એક વિધાયક સોમવારે ભાજપમાં જાડાયા છે. બીજવાસનથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતનાર દેવેન્દ્ર સહરાવત ભાજપમાં જાડાયા.
દેવેન્દ્ર સહરાવતને થોડા મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ પ્રાથમિક સદસ્યથી હટાવી દીધા હતા. પાર્ટીએ દેવેન્દ્ર સહરાવત પર પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં શામિલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આપને જણાવી દઈએ કે દેવેન્દ્ર સહરાવત પહેલા આમ આદમી પાર્ટીના વધુ એક વિધાયક અનિલ વાજપેયી પણ ભાજપમાં જાડાઈ ગયા હતા. તેમને આમ આદમી પાર્ટીની ટિકિટ પર દિલ્હીની ગાંધીનગર સીટથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.