આનંદીબહેન પટેલની બદલી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં…

દેશનાં કેટલાંય રાજ્યોના રાજ્યપાલની ફેરબદલી કરાઈ છે. આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલમાંથી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.

તો બિહારના રાજ્યપાલ લાલજી ટંડનની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે. આ બદલીને પગલે ફાગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે આરએન રવિને નાગાલૅન્ડના રાજ્યપાલ બનાવાયા છે.

તો જગદીપ ધાનકરને પશ્ચિમ બંગાળના અને રમેશ બાયસને ત્રિપુરાના રાજ્યપાલ નિમણૂક કરાયા છે.