આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી

બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી તથા કંગના રનૌતનો વર્ષો જૂનો વિવાદ ફરી પાછો ચર્ચામાં આવ્યો છે. એક સમયે બંને રિલેશનશીપમાં હતાં પરંતુ સમયની સાથે આ સંબંધનો ઘણી જ ખરાબ રીતે અંત આવ્યો હતો. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં રંગોલીએ ઈમેલથી આદિત્ય પર મારપીટ તથા યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. આદિત્યે એક ઈન્ટરવ્યૂમાં હતું તેણે એક્ટ્રેસ પર માનહાનિનો કેસ કર્યો છે. તે કેસ પરત લેવા માટે કંગનાના વકીલે તેને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને તેની વિરૂદ્ધ કરવામા આવેલી આ ફરિયાદ આનો જ હિસ્સો છે. તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.
આદિત્યે આગળ  હતું, ‘જ્યારે મેં કંગના વિરૂદ્ધ કેસ કર્યો હતો ત્યારે તેના વકીલે મને ધમકી આપી હતી અને મેં ૧૮ મિનિટનું ફોન રેકો‹ડગ કર્યું હતું. આ રેકો‹ડગ પોલીસને આપી દીધું છે. ૨૫ એપ્રિલે વર્સોવા પોલીસ મારા ઘરે નોટિસ લઈને આવી ત્યારે મને ઘણી જ નવાઈ લાગી હતી. મેં તે જ સમયે રેકો‹ડગ પુરાવા તરીકે પોલીસને આપ્યું હતું. ૧૨ મેના રોજ મેં પોલીસ સ્ટેશન જઈને મારું નિવેદન આપ્યું હતું.’ પોલીસે  હતું કે બંને પક્ષના નિવેદનો લીધા બાદ પૂછપરછના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.