આણંદ શહેર સહિત હવે કરમસદ અને વિદ્યાનગરમાં પણ કરફ્યુ રહેશે : સખ્તાઈથી અમલ કરાવાશે…

174

આણંદ : આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કરફ્યુનો સખ્ત અમલ કરવામાં આવનારો છે. આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર તેમજ મહત્વના સ્થળો પર પોલીસ તૈનાત કરવામાં આવશે અને જો કોઈ કરફ્યુનો ભંગ કરી ફરતો જણાશે તો તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

કરમસદ અને વિદ્યાનગરમાં પણ રાત્રી કરફ્યુનું અમલીકરણ કરવામાં આવશે…

આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કરફ્યુનો અમલ કરાવવામાં આવશે. જેને લઈને રાત્રીના સાડા સાત વાગ્યાથી વેપારીઓને બજારમાં દુકાનો બંધ કરી ૮ વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું પડશે. ૮ વાગ્યા બાદ જે કોઈ ઘરની બહાર માર્ગો પર ફરતો જણાશે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે. રાત્રીના કરફ્યુ દરમિયાન લોકો ઘરની બહાર નીકળે નહી તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવનાર છે. આ ડ્રોન કેમેરામાં જે કોઈ ઘરની બહાર માર્ગો પર ફરતા જણાશે તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે ડી.વાય.એસ.પી બી.ડી.જાડેજા દ્વારા મિડીયા દ્વારા જણાવવામાં આવેલ કે, આણંદ સાથે રહેણાંક અને વ્યાપાર વિસ્તાર કરમસદ અને વિદ્યાનગર શહેર પણ એકરૂપ થઈ થઈ ગયા છે. આણંદ કલેકટર દ્વારા કરમસદ અને વિદ્યાનગર માટે અલગથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જે કારણે કરમસદ અને વિદ્યાનગરમાં પણ રાત્રી કરફ્યુનું અમલીકરણ કરવામાં આવશે. આણંદ પોલીસ આ બાબતે કોઈ જ બાંધછોડ કરશે નહીં.