આણંદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ વેચાણ કરતાં દુકાનદારો સામે પાલિકા દ્વારા તવાઈ…

આણંદ : શહેરમાં સરદાર ગંજ બજારની દુકાનો,વહેરાઈ માતા વિસ્તાર શાક માર્કેટ, સુપર માર્કેટ, અમૂલ ડેરી રોડ મોટી શાક માર્કેટ, શહેરની દુકાનો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઠેરઠેર વેચાણ થતું હોય છે. જેની ફરિયાદોના પગલે આણંદ પાલિકા દ્વારા ટીમો બનાવી બુધવારે દશ ઉપરાંત દુકાનોમાં તપાસ હાથ ધરી આણંદ રેવા ચંદ નામની દુકાન સહિત જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં પ઼તિબંધિત ગેર કાયદેસરનું પાંચ કિલો પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યુ હતુ. જો કે ટીમો ધ્વારા નિયમન ભંગ બદલ રૂ 1 હજાર દંડ પણ ફટકાર્યો હતો.

નગરજનોએ પણ સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિકની થેલીઓ વાપરવાનું બંધ કરવામાં આવે તો પાલિકાની ઝુંબેશને સફળતા મળી શકે તેમ છે.