આણંદ શહેરમાં થયેલ હત્યા કેસમાં શહેરના જાણીતા બિલ્ડર પુત્રની ધરપકડ…

228

આણંદ : આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે બાઈક ઉપર આવેલા શખ્સોએ યુવકની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે બાઈક સવાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે. જે કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં આણંદના જાણીતા બિલ્ડરના પુત્રની પોલીસે ધરપકડ કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. ત્યારે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે બાઈક ઉપર આવેલ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે આણંદ પોલીસે ગુનો નોધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે હત્યા મામલે પોલીસે ગુનો નોધી તપાસના ચક્રોગતિમાન કરી આરોપીઓ ફરહાન મેમણને ગણતરીઓના કલાકોમાં ઝડપી પડ્યો હતો.
હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં આણંદના જાણીતા બિલ્ડર સતીશ મેકવાનના પુત્ર આકાશ મેકવાનની પોલીસે ધરપકડ કરતા સમગ્ર મામલો આણંદ શહેરમાં ટોફ ઓંફ ધ ટાઉન બનવા પામ્યો હતો. આણંદ પોલીસે બંનેને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી આરોપીઓને સબજેલમાં મોકલવામાં આવ્યા હતા.