આણંદ શહેરમાં આવતીકાલે સાંજે ૪ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

412
સાંસદ મિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા આ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો…
આણંદ નગરપાલિકા વિસ્તારમાં ભીડભાડવાળી તમામ જગ્યાઓ તા. ૯-૪-૨૦૨૧ થી તા. ૩૦-૦૪-૨૦૨૧ સુધી બપોરના ૪ થી સવારના ૬ વાગ્યા કલાકે દુકાનો, ધંધો તથા ઓફીસો બંધ રાખવા પાલિકા પ્રમુખ દ્વારા વિનંતી કરાઈ છે…

આણંદ : સમગ્ર રાષ્ટ્રમાં અને સાથે સાથે રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું ગયું છે, જેથી આણંદ શહેરને રાત્રી કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ત્યારે આજરોજ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા શહેરમાં પાલિકા વિસ્તારના તમામ વેપારી ભાઈઓ જેવા કે કાપડની દુકાનો, સ્ટેશનરી, કટલરી સ્ટોર, રેસ્ટોરન્ટ, હોટેલો, ખાણીપીણીની લારીઓ, ચાની હાટડીઓ, અનાજ કરીયાણા જેવી તમામ દુકાનો, ઓફીસો, જીમ તથા ભીડભાડ વાળી તમામ જગ્યાઓ તા. ૯-૪-૨૦૨૧ થી તા. ૩૦-૦૪-૨૦૨૧ સુધી બપોરના ૪ થી સવારના ૬ વાગ્યા સુધી દુકાનો, ધંધો તથા ઓફીસો બંધ રાખી કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળવા સમગ્ર વેપારીઓ, એસોસિએશનના પ્રમુખ તથા સેક્રેટરી તથા સભ્યોને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવેલ છે.