આણંદ શહેરમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતાં બે શખ્સોને ઝડપતી એસઓજી પોલીસ…

આણંદ : આણંદ એસઓજી પોલીસે છાપો મારીને ક્રિકેટનો સટ્ટો રમાડતા દુકાનનાં મેનેજર સહીત બે જણાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સો ફુટ રોડ પર ઈન્દીરા સ્ટેચયુ પાસે આવેલી કિશન પાપડની દુકાનમાં મેનેજર લાલજીભાઈ ભુરાભાઈ પ્રજાપતિ આઈપીએલ ૨૦૨૦ ક્રિકેટ મેચ પર હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીનાં આઘારે આણંદ એસઓજી પોલીસે છાપો મારીને મેનેજર લાલજીભાઈ ભુરાભાઈ પ્રજાપતીને ઝડપી પાડી તેની પાસેનાં મોબાઈલફોનની તલાસી લેતા તે ક્રિકેટ બજ નામની મોબાઈલ એપ્લીકેશન ચાલુ રાખીને તેનાં પર ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો,તેમજ તેની પાસેથી ડાયરીમાંથી ક્રિકેટનાં સટ્ટાઓ લખેલા મળી આવ્યા હતા, તેમજ સાથે રહેલા જેરામભાઈ ગંગાભાઈ પ્રજાપતીનાં મોબાઈલફોનમાં ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્લીકેશન ચાલુ હતી જેથી પોલીસે કિશન પાપડની દુકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બન્નેે શખ્સો પાસેથી ક્રિકેટનાં સટ્ટા લખેલી ડાયરી,ક્રિકેટનાં સટ્ટા લખેલી ચીઠ્ઠીઓ,ત્રણ નંગ મોબાઈલ ફોન,૪૨,૩૫૦ રૂપિયા રોકડા,મળી કુલ ૭૫,૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લાલજીભાઈ ભુરાભાઈ પ્રજાપતિ રહે,અભ્યુદય પાર્ક,નહેરુબાગ પાસે આણંદ અને જેરામભાઈ ગંગાભાઈ પ્રજાપતી રહે,મોટી ખોડીયાર પ્રજાપતી નગર આણંદ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.