આણંદ લોકસભામાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ના સમર્થન માં બોરસદ અને સોજીત્રા વિધાનસભા ના યુવાનો અને વડીલો એ વિશાળ બાઇક રેલી યોજી હતી.

બોરસદ માં ઠેરઠેર ચક્કાજામ અને ઉત્સવ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. બોરસદ અને સોજીત્રા ના ગામે ગામ થી ભરતસિંહ ના સમર્થનમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિધાનસભા ના દરેક ગામમાં થઈ ને આ રેલી નિકળી હતી અને ભરતસિંહ ના જંગી વિજય માટે નો સંદેશ વહેતો મુક્યો.
સમગ્ર વિસ્તારમાં યુવાનોનો જંગી પ્રતિસાદ સાંપડ્યો હતો. “આપણા સાંસદ તો આપણે સૌ સાંસદ” ના નારા સાથે ગગન ગુંજી ઊઠ્યું. રેલીમાં રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહિડા , પુનમભાઈ પરમાર , યોગેશભાઈ પટેલ , દીપેશભાઈ મહિડા તથા મોટી સંખ્યામાં કાર્યકરો ,યુવાનો, આગેવાનો હાજર રહ્યા હતા.