આણંદ : તા.૧૯ થી તા.૨૩મી ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરાશે…

Indian undergraduate students code on their computers as they take part in HackCBS, a 24 hour event of software development also called 'hackathon', at the Shaheed Sukhdev College of Business Studies (SSCBS) in New Delhi on October 28, 2018. - Students from all over India gathered in teams to take part in a challenge to develop their ideas in the fields of Internet of Things (IoT), Artificial Intelligence (AI), Blockchain, Mobility and Education and Financial technology. (Photo by XAVIER GALIANA / AFP) (Photo credit should read XAVIER GALIANA/AFP/Getty Images)
નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોનો ટેલીફોનીક અથવા વિડીયો કોલીંગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવશે…

આણંદ : રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા ઓક્ટોબર માસ દરમિયાન તા.૧૯-૧૦-૨૦૨૦ થી તા.૨૩-૧૦-૨૦૨૦ સુધીમાં ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડિયો કોલીંગ તેમજ ગુગલમીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગા ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

તદ્દઅનુસાર ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ઉમેદવારે નામ નોંધાવા માટે સૌ પ્રથમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલ ગુગલ લીંકઃ- https://forms.gle/Jp8KPmz8f1esUqu67 , ઈ-મેલ આઈ.ડી mcc.anand01@gmail.com ,  પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે ઉમેદવારને આ અંગે વધુ માહિતી ફેસબુક પેજ Model Career Center Anand અથવા યુટ્યુબ ચેનલ Mccanand  પરથી મેળવી શકશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુટ જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉમરનાં ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ ભરતીમેળામાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વીસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે.

જેથી આપની લાયકાતને અનૂરૂપ ખાલી જગ્યાઓ ધરાવતા નોકરીદાતા દ્વારા આપનો ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જ્યારે જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ઈન્ટર્વ્યુ માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી આણંદનાં  ફેસબુક મેસેન્જર પર સવારના ૧૦.૩૦થી સાંજના ૬.૧૦ સુધીમાં પ્રશ્ન પુછી શકશે અથવા તો ફોનનં-૦૨૬૯૨૨૬૪૯૯૮ પર સંપર્ક કરી માહિતી મેળવી શકશે એમ જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.