આણંદ જિલ્‍લાનું ગૌરવ : દાંડી યાત્રામાં સામેલ ૮૧ દાંડી યાત્રીઓ પૈકી ચાર દાંડી યાત્રીઓ આણંદના…

38

આણંદ : ભારતની સ્‍વતંત્રતા-આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે આઝાદી કા અમૃત મહોત્‍સવનો આજથી રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણીનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવ્‍યો હતો.

૧૮૫૭ના સ્‍વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઉજાગર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્‍વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્‍ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્‍યકિતત્‍વોના વારસાને તેમની સ્‍મૃતિ  સાથે આગળ ધપાવવામાં આવી રહી છે.

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી ૧૯૩૦ની ૧૨મી માર્ચે યોજેલી આ દાંડીયાત્રાની સ્‍મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરતા ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રાથી આ ઉજવણીનો પ્રારંભ આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યો તેમાં આણંદ જિલ્‍લાના ચાર પદયાત્રીઓ પણ સામેલ છે.

સાબરમતી આશ્રમથી આરંભાયેલી આ દાંડીયાત્રામાં સામેલ ૮૧ દાંડીયાત્રીઓમાં આણંદ જિલ્‍લના ચાર દાંડી યાત્રીકો પૈકી આણંદના શ્રી પ્રવિણભાઇ ડાહ્યાભાઇ પટેલ, પેટલાદના શ્રી ચિંતન મિલીતભાઇ શાહ અને મીત ભૂપેન્‍દ્રભાઇ ભટ્ટ તથા ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના પટેલ ચિરાગકુમાર હસમુખભાઇએ સામેલ થઇને આણંદ જિલ્‍લાને ગૌરવ અપાવ્‍યું છે.