આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં : શહેરમાં પ્રવેશનાર લોકોનો કોવિડ ટેસ્ટ કરાશે…

આણંદ જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોઇન્ટ ઉભા કરાશે… પોઝિટીવ આવશે, તો સમરસ સેન્ટર ખાતે ખસેડવામાં આવશે…

આણંદ : દિવાળી બાદ આણંદ શહેર સહિત જિલ્લામાં દૈનિક કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને કંટ્રોલમાં કરવા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. પરંતુ બીજી તરફ શહેરમાં ઋતુજન્ય બીમારીઓનો કહેર પણ વધી રહ્યો છે.

આણંદ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરવા સમયે જિલ્લામાં વિવિધ સ્થળોની સાથે આણંદની સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર શરુ કરાયું હતું. અહીં અગાઉ એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવતા નહતા. પરંતુ કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને સારવાર માટે અહીંના ખાસ વોર્ડમા ંરાખવામાં આવતા હતા. જો કે બાદમાં અહીંયા ટેસ્ટ શરુ કરાયા હતા. જેમાં દિવાળી અગાઉ દૈનિક ૧૦૦થી ૧રપ ટેસ્ટ કરવામાં આવતા હતા. પરંતુ દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં ગંભીર વધારાના કારણે આણંદ સિવિલ હોસ્પિટલમાં એન્ટીજન રેપીડ ટેસ્ટની સુવિધા ઉપલબધ કરાવવામા આવી છે. જયાં હાલમાં દૈનિક ૧૮૦થી વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરવામા ંઆવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં એન્ટીજન્સી ટેસ્ટ વધારવામાં આવશે. કોરોના લક્ષ્ણ જમાણશે તો હવે હોમ કોરોન્ટાઇન નહીં કરવામાં આવે તેઓને સીધા સમરસ સેન્ટરમાં લઇ જવામાં આવશે. તેઓને ૧૪ દિવસ સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આણંદ જિલ્લામાં હાલ કોવિડ ૧૯ માટે ૧૨ હોસ્પિટલો છે. જો કે હાલમાં બાકરોલ સમરસ સેન્ટરમાં ૨૦૦ વ્યકિતઓને એકીસાથે રાખી શકાય તેવી વ્યવસ્થા છે. તેમજ જરૂરપડી તો સમરસ સેન્ટરમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં ૧૦૬૦ કોવિડ દર્દી માટે બેડ છે.