આણંદ : જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન યોજાયું…

19

આણંદ : જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરીએ જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ 6 નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન થશે. આ ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવતા સરકારી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આયોજન હાથ ધરાયુ છે.

નગરપાલિકા કચેરી,કલેકટર કચેરી, પોલીસ વિભાગ, તાલુકા જિલ્લા પંચાયત કચેરી સહિતના અન્ય સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાનો ઈચ્છીત મત આપી શકે તે માટે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આણંદ પાલિકામાં સમાવિષ્ટ સરકારી કર્મચારીઓ દ્વારા શહેર મામલતદારની ઓફિસમાં ના.મામલતદારની હાજરીમાં બેલેટ પેપરથી મતદાન કરી શકે તે પ્રકારની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. આજે નગરપાલિકા માં કામ કરતા કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.