આણંદ જિલ્લામાં અત્યાર સુધી ૧,૪૨,૨૨૬ સિનિયર સિટીઝનોને રસી અપાઇ…

11

આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સૌથી વધુ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી…

આણંદ : રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

આણંદ જીલ્લામાં FLw કુલ ૧૭૬૬૪ ને પ્રથમ ડોઝ અને ૭૩ ૪૬ને બીજો ડોઝ, HCW કુલ ૧૫૪૩૪ને પ્રથમ ડોઝ અને ૧૧૦૫૩ને બીજો ડોઝ તેમજ ૪૫ થી વધુ ઉમર ના નગરિકો ને કુલ ૨૨૦૨૫૯ ને પ્રથમ ડોઝ,૩૯૨૦ને બીજો ડોઝ સાથે કુલ ૨૭૬૧૭૯ને કોરોનાની રસી ના ડોઝ આપવવામા આવેલ છે.

આણંદ જિલ્લાના ૮(આઠ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૧૦૨૬૪ લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસઅધિકારી શ્રી આશિષકુમાર ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી.છારીનીદેખરેખમાંઆણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ એપ્રીલ સુધીમાં ૧૪૨૨૨૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે. સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૧૦૯૪૯,બોરસદ તાલુકામાં ૧૮૮૪૮, ખંભાત તાલુકામાં ૨૦૫૬૫, તારાપુર તાલુકામાં ૪૧૯૮, પેટલાદ તાલુકામાં ૨૪૮૪૮,સોજીત્રા તાલુકા માં ૬૪૮૩ અને ઉમરેઠ તાલુકામાં ૧૦૯૧૦ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલ ખાતે ૪૫ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો ને વિના મુલ્ય કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.જેમા લાભાર્થીઓ એ આધાર કાર્ડ /ચુંટણી કાર્ડ ની નકલ સાથે જવાનું રહેશે.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર એક મહીના મા ૬૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે.