આણંદ જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે ૩૦ ખેલાડીઓ નેશનલ ગેમમાં સીલેક્ટ થયા…

66
  • ઈન્ડોનેશિઅન માર્શલ આર્ટ પેન્ચિક સિલાટમાં આણંદના ૩૦ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ કૌવત દાખવશે…
  • એકસાથે રાજ્ય કક્ષાનો જજ અને રેફરી સેમિનાર તથા સિનિયર અને માસ્ટર્સ ટુર્નામેન્ટ આણંદ પ્રતિભા એકેડેમી ખાતે યોજાયા…

આણંદ : ઓલ ગુજરાત પેન્ચિક સિલાટ એશોસિએશનના નેતૃત્વમાં આણંદ ડિસ્ટ્રીક્ટ સિલાટ એસોશિએશનના સહયોગથી તા. ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ઈન્ડોનેશિઅન માર્શલ આર્ટ પેન્ચિક સિલાટનો રાજ્ય કક્ષાનો જજ અને રેફરી સેમિનાર યોજાયો. આ સાથે જ રાજ્ય કક્ષાની દ્વિતીય પેન્ચિક સિલાટ સિનીયર અને માસ્ટર્સ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની આ ટુર્નામેન્ટની સાથે સાથે જ રાષ્ટ્રીય રમતો માટેના સિલેક્શન ટ્રાયલ પણ રાખવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા માટે ઐતિહાસિક કહી શકાય તેવી આ ત્રિપાખીયા સેમિનાર, સિલેક્શન અને ટુર્નામેન્ટમાં આણંદ ખાતેથી ૩૦ ખેલાડીઓ રાષ્ટ્રીય રમતો માટે સિલેક્ટ થયા હતા.
ઓલ ગુજરાત પેન્ચિક સિલાટ એશોસિએશનના પ્રણેતાશ્રી બદ્રીનાથ પાંડે, જનરલ સેક્રેટરી શ્રીમતી શ્રધ્ધા પટેલ તથા આણંદ જિલ્લા પેન્ચિક સિલાટ એશોસિએશનના પ્રમુખશ્રી ચેતન ફુમકિયાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.