ચરોતરસ્થાનિક સમાચાર

આણંદ : કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની હડતાળ…

આણંદની પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજના અને કરમસદ મેડીકલના કોવિડ કેર વિભાગમાં ફરજ બજાવતા ઇન્ટર્નશીપ કરતાં 70થી વધુ વિદ્યાર્થીઓ હડતાળ પર, વેતનના પ્રશ્નને લઇને વિદ્યાર્થીમાં નારાજગી…

આણંદ : જિલ્લાના કરમસદમાં આવેલી કૃષ્ણ હોસ્પિટલના કોવિડ કેરમાં ઇન્ટર્નશીપ કરતા ૭૦થી વધુ સ્મ્મ્જીના વિદ્યાર્થીઓ દ્વારા આજે અચાનક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલના મેનેજમેન્ટની પ્રમુખ સ્વામી કોલેજની રાજ્યની ખ્યાતનામ મેડિકલ કોલેજની તુલના થાય છે પણ ત્યા ઇન્ટર્નશિપ કરતા MBBSના વિદ્યાર્થીઓને ખૂબ સામાન્ય સ્ટાઇપેન્ડ આપવા બાબતે શોષણ થતું હોવાનો આક્ષેપ લગાવી મેનેજમેન્ટની ઓફિસની બહાર હડતાળ કરી હતી. જોકે આ બાબતે મેનેજમેન્ટ દ્વારા સાંજ સુધી સંતોષકારક પ્રત્યુત્તર ન મળતા ઇન્ટરશિપ કરતા ડોક્ટરો હોસ્પિટલ કેમ્પસમાં પોસ્ટર બેનર સાથે જાહેરમાં નારા લગાવી વિરોધ કરતા હોસ્પિટલ તંત્ર હલબલી ઉઠ્યું હતું. ઇન્ટરશિપ કરતા ડોકટર્સ ને માત્ર ૫ હજાર જેટલું સ્ટાઈપેન્ડ આપી ૧૨ કલાક જેટલા સમય સુધી મેડિકલ સ્ટાફ તરીખે ફરજ બજાવી રહ્યા છે પણ સામે ચોક્કસ વળતર ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

કરમસદના કૃષ્ણ હોસ્પિટલના કોવિડ કેર વિભાગમાં ફરજ બજાવતા ૭૦ થી વધુ જેટલા ઇન્ટર્નશીપ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટર્સને આપતા અપૂરતા સ્ટાઈપેન્ડ મામલે ઘણા સમયથી વિદ્યાર્થીઓ હડતાળ કરી રહ્યા છે. કોવિડ કેરમાં ફરજ બજાવતા ઇન્ટર્નસને માત્ર ૪૮૦૦નું સ્ટાઇપેન્ડ ઓન હેન્ડ આપતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસનતોષ વ્યાપ્યો છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર રાજ્યની અન્ય મેડિકલ કોલેજમાં ૧૩,૦૦૦ જેટલું સ્ટાઈપેન્ડ અને કોવિડ કેરમાં ફરજ માટે અંદાજિત ૫૦૦૦ જેટલું બોનસ મળી કુલ ૧૮ હજાર જેટલુ વેતન અપાતું હોવાનો દાવો કરમસદ હોસ્પિટલના ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે. આ અસમાનતા વિરૂધ્ધ આ વિદ્યાર્થીઓ દ્વારા સમાન સ્ટાઈપેન્ડની માંગ સાથે ૧૫ દિવસ અગાવ બે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો હતો કે તે બન્ને વિદ્યાર્થીઓની માંગ અને રજુઆતને દબાવી દેવા મેનેજમેન્ટ દ્વારા પ્રયત્નો થયા હતા. જેમાં બને વિદ્યાર્થીઓ દ્વારા પદ પરથી તાત્કાલિક રાજીનામુ આપી દીધું હતું.

સમગ્ર ઘટના વિશે પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજના ડિન ડો હિમાંશુ પંડ્યાએ મીડિયા સમક્ષ આવી માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી માગના નિર્ણય પર કોલેજ યોગ્ય નિર્ણય લેશે અને હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કામથી અળગા થતા સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે ની જાણકારી આપી છે.

સમગ્ર મુદ્દામાં વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા ૧૨ કલાકની ફરજ સોંપવામાં આવી હોવાના ખુલાસા કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર કરતા સંક્રમિત બને છે, ત્યારે કોલેજ તે દિવસોમાં ગેરહાજર ગણતી હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ પર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પ્રતિનિધિ નિયુક્ત કરી કરવામાં આવ્યા હતા અને રજુઆતના પ્રયાસ બાદ કોલેજ દ્વારા થયેલા વર્તનના કારણે હવે વિદ્યાર્થીઓ એક સુર બની પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યા સુધી તેમની માગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી તે હડતાળ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button