આણંદ અને બોરસદ તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(ર)ની વિગતે જાહેરનામાંથી સુચના બહાર પાડવામાં આવેલ છે.

તે મુજબ પી.ઓ.એલ./૧/જાહેરનામા/એસ.આર./૧૦૫/૨૦૨૦ તા.૨૬-૧૧-૨૦૨૦ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, શ્રી આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
એક્ટ-૨૦૦૫ની કલમ -૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નહેરૂબાગ વ્રજ બંગ્લોઝના કુલ-૪ મકાનનો વિસ્તાર, વાસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ મિલનકુંજ સોસાયટીના કુલ ૫૦ મકાનનો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીના કુલ-૧ મકાનનો વિસ્તાર, નર્વાદાભાઈ શ્રી ફાર્મ હાઉસના કુલ-૧ મકાનનો વિસ્તાર, મોટી ગોલવાડના કુલ-૩ મકાનનો વિસ્તાર અને પવન એપોર્ટમેન્ટના કુલ-૧ મકાનના વિસ્તારને Covid -19ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.

આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૨૬/૧૧/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ આઈ.પી.સીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.