આણંદમાં તિબેટીયન-ક્રાફટ બજાર પુન: ખુલ્લા મુકાયા, 7 દિવસ અગાઉ બંધ કરાવ્યું હતું…

આણંદ : વિદ્યાનગર રોડ પર આવેલા વૃન્દાવન ગ્રાઉન્ડ ખાતે ક્રાફટ બજાર, તિબેટીયન માર્કેટ શરૂ કરવામાં આવ્યા હતા. જો કે,ઠંડી પડતા તિબેટીયન માર્કેટમાં ગરમ સ્વેટર ખરીદી કરવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડતાં હતા.પરંતુ બીજી તરફ આણંદ શહરેમાં કોરોના પોઝીટીવ કેસ વધી જતાં અને શહેરમાં કોરોના સંક્રમણ વધુ ફેલાતું અટકાવવાના ભાગરૂપે આણંદ નગર પાલિકા દ્વારા સાત દિવસ માટે કલેકટરની સુચના હેઠળ ક્રાફટ બજાર, તિબેટીયન માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. જેના પગલે શહેરીજનોને પરત ફરવાનો વારો આવતો હતો. સાત દિવસ પુરા થતા પાલિકા દ્વારા વૃન્દાવન ગ્રાઉન્ડ ખાતે ક્રાફ્ટ બજાર, તિબેટીયન માર્કેટ શરૂ કરી દેવા સુચનાઓ આપવામાં આવી હોવાનું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ.