આણંદમાં ઈવીએમ બગડતાં પોણો કલાક મતદાન અટક્યું

આણંદ,
આણંદ શહેરના સરદાર પટેલ હાઈસ્કુલ, ખેતીવાડી ખાતે આવેલા બુથ નંબર ૧૩૮નું ઈવીએમ બગડતાં લગભગ પોણો કલાક સુધી મતદાન અટક્યું હતુ. જેને લઈને મતદારોએ ભારે અકળામણ અનુભવી હતી. તંત્રને રજુઆત કરતાં આખરે ઈવીએમ મશીન બદલ્યા બાદ મતદાન શરૂ થયું હતુ.