આઠ હેવાનોનો યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરતા હાહાકાર મચ્યો

અજમેરમાં ગુજરાતના બનાસકાંઠાની યુવતી પર આઠ યુવાનો દ્વારા સામુહિક દુષ્કર્મ કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે.
ભોગ બનનાર યુવતી ગુરુવારે સવારે બસ થકી ગુજરાતના બનાસકાંઠાથી અજમેર આવી હતી.તે રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં રોકાઈ હતી.હોટલ સુધી જવા માટે તેણે જે ઓટો રીક્ષા ભાડે કરી હતી તે રીક્ષાચાલકે યુવતીને નંબર આપીને કÌš હતુ કે, અજમેરમાં જ્યાં પણ જવુ હોય ત્યાં જવા માટે એક કોલ કરીને બોલાવી શકે છે.
અજમેરમાં દરગાહ પર જવા માટે સાંજે સાડા સાત વાગ્યે યુવતીએ રીક્ષા ચાલકને કોલ કર્યો હતો.આ રીક્ષાચાલકે પોતાની જગ્યાએ બીજી ઓટો રીક્ષા મોકલી હતી.જેમાં બે યુવાનો પહેલેથી જ બેઠેલા હતા.ઓટો ડ્રાઈવર યુવતીને દરગાહની જગ્યાએ બીજી જ જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં રુમમાં બીજા ૬ યુવાનો પહેલેથી જ મોજુદ હતા.
હેવાનોએ આ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.એ પછી યુવતી બેહોશ થઈ ગઈ તો તેને હોÂસ્પટલના કમ્પાઉન્ડમાં નાંખીને તેઓ ફરાર થઈ ગયા હતા.જતા જતા યુવતીની સોનાની ચેન, પર્સ અને મોબાઈલ પણ લઈ ગયા હતા.
હોશમાં આવ્યા બાદ યુવતીએ પોતાની આપવીતી હોÂસ્પટલના કર્મચારીઓને કહી હતી.એ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.