આઝાદ ભારતમાં પહેલી વાર ચૂંટણી જીતવાનો અર્થ છે ચૂંટણી હારવી : રાહુલ ગાંધી

10

મલ્લપુરમ : કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મલ્લપુરમમાં એક સભાને સંબોધિત કરી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર એક પછી એક ચૂંટેલી સરકારને પાડે છે. તેમણે કહ્યુ કે આઝાદ ભારતમાં પહેલી વાર ચૂંટણી જીતવાનો અર્થ ચૂંટણી હારવાનો છે અને ચૂંટણી હારવાનો અર્થ ચૂંટણી જીતવાનો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ ક પહેલી વાર દિલ્લીમાં એક સરકાર(કેન્દ્ર સરકાર) છે જે પોતાની ઈચ્છા અને તાકાત ન્યાયપાલિકા પર થોપી રહી છે. સરકાર ન્યાયપાલિકાને તે નહિ કરવા દઈ રહી જે તેણે કરવુ જોઈએ. અને આવુ માત્ર ન્યાયપાલિકા સાથે નથી. તે અમને લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા નથી કરવા દેતા.
વળી, પી વિજયન સરકાર પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ કહ્યુ કે બફર ઝોન પર કેરળ સરકારના વલણથી વાયનાડ અને વાઈલ્ડલાઈફ સેન્ચુરીની આસપાસના લોકોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. તેમણે કહ્યુ કે સરકારનુ આ પગલુ આ મહેનતુ લોકોને અનિશ્ચિતતા અને પીડા તેમજ ધૂંધળા ભવિષ્ય તરફ ધકેલી રહ્યુ છે. સુરક્ષાત્મક પગલા લેવાની તાત્કાલિક જરૂર છે. આ પહેલા સોમવારે ટ્રેક્ટર રેલીમાં રાહુલે કહ્યુ હતુ કે કૃષિ એક માત્ર વ્યવસાય છે જેનો સંબંધ ભારત માતા સાથે છે. તેમણે લોકોને આહવાન કર્યુ કે તે કૃષિ કાયદાનો પાછા લેવા માટે સરકારને મજબૂર કરે. કેરળમાં સત્તાધીશ ડાબેરી અને કોંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષ બંને કૃષિ કાયદાની ટીકા કરી રહ્યા છે.