આઝમ ખાનનું વિવાદિત નિવેદન ઃ ‘બજરંગ-અલી, લે લો ઝાલિમો કી બલિ’

૧૧મી એપ્રિલે સમાપ્ત થયેલા પ્રથમ ચરણના મતદાન બાદ સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરના ઉમમેદવાર આઝમ ખાને કÌšં હતું કે ભારતીય જનતા પાર્ટીનો જનાજા નીકળી ગયો છે અને મહાગઠબંધનનો વિજય થયો છે. એક ચૂંટણીસભાને સંબોધીત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર બદલી ગઈ, સરકાર તમારી છે, આજ તેમનો છે, કાલ તમારો આવશે.
ચૂંટણી સભામાં આઝમે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપેલા નિવેદન અંગે પણ વડાપ્રધાન મોદીને ઘેર્યા હતા. તેમણે કÌšં,“હિંદુસ્તાનના ૧૩૦ કરોડ લોકો તમે પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન સાંભળ્યું હશે. ઇમરાન રાહ જુવે છે કે નરેન્દ્ર મોદી ભારતના ફરી વડાપ્રધાન ક્્યારે બનશે. જા વડાપ્રધાન મોદી હોય તો જ ભારત પાકિસ્તાનના પ્રશ્નનું નિરાકરણ આવી શકશે. ઇમરાન ખાન ગઈકાલે પણ તમારો મિત્ર હતો આજે પણ છે. કાલે પણ તમે તેની સાથે ષડયંત્રમાં શામેલ હતા, આજે પણ તમે શામેલ છો. ગઈકાલે તમે નવાઝ શરીફના મિત્ર હતા આજે ઇમરાન ખાન ફરી તમારા વડાપ્રધાન બનવાની રાહ જુવે છે. તો હવે તમે જ કહો પાકિસ્તાનનો એજન્ટ હું છું કે તે?” લોકોએ આઝમના સવાલના જવાબમાં મોદી…. મોદી…. મોદીના નારા લગાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના બજરંગબલીના નિવેદન મુદ્દે આઝમ ખાને કÌšં હતું કે અલી અને બજરંગબલીમાં ઝઘડો ન કરાવો. હું તો એક નામ પણ આપી દઈશ બજરંગઅલી. એક મુસલમાન એમએલસીએ કÌšં હતું કે હનુમાનજી મુસલમાન હતા. રામપુરવાસીઓનો ઝઘડો જ સમાપ્ત થઈ ગયો. હવે અમે અલી અને બજરંગ એક જ છે. બજરંગઅલી તોડ દો દુશ્મન કી નલી. બજરંગ અલી લે લો ઝાલિમો કી બલિ. ઇંકલાબ ઝિંદાબાદ