આઝમ ખાનનું નિવેદન બીનજરૂરી અને કમનસીબઃ અપર્ણા યાદવ આઝમખાને આરએસએસના ગણવેશ માટે વાત કરી હતીઃ અખિલેશ યાદવ

જયાપ્રદા અંગે ખાખી અન્ડરવેરનુ શરમજનક નિવેદન આપીને ચારે તરફથી ઘેરાયેલા સપાના વરિષ્ઠ નેતા આઝમખાન પર મુલાયમસિંહ યાદવની જ પુત્રવધુએ પ્રહારો કર્યા છે.
મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે કÌš છે કે, આઝમખાન સામે કાર્યવાહી થઈ જશે.મહિલાઓ માટે આવી ભાષા વાપનાર સામે કાર્યવાહી જરુરી છે ભલે પછી તેનુ પદ ગમે તે હોય.આઝમખાન એક વરિષ્ઠ નેતા છે અને હું તેમનુ સન્માન કરુ છું પણ તેમણે આપેલુ નિવેદન બીનજરુરી અને કમનસીબ હતુ.મને ખબર નથી કે તેમણે આવુ નિવેદન કેમ આપ્યુ અને શું કારણ હતુ કે આવા શબ્દ વાપરવા પડયા.આઝમખાનના નિવેદન પર હાજર રહેલા લોકો તાળીઓ પાડી રહ્યા હતા.રાજકારણ હવે આ સ્તર પર આવી ગયુ છે તે જાઈને હેરાની થાય છે.
ચૂંટણી પંચે આઝમખાન પર આ નિવેદન આપવા બદલ ૭૨ કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્્યો છે.જાકે અખિલેશ યાદવે આઝમખાન સામે કાર્યવાહી કરવાની વાત તો દુર પણ તેમનો ખુલ્લેઆમ બચાવ શરુ કર્યો છે.
ગઈકાલે એક સભાને સંબોધતા અખિલેશે કÌš હતુ કે, આઝમખાને આરએસએસના ગણવેશ માટે વાત કરી હતી.તેમનો ઈશારો બીજા કોઈની તરફ હતો.અમે તો સમાજવાદી લોકો છે.જે કોઈ મહિલા માટે તો ખોટુ બોલી શકીએ જ નહી.