આજથી મોડી સાંજ પછી સીધી સવાર..! શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬નો કફર્યુ શરૂ થશે…

53

આણંદ : કોરોનાથી ખૂબ સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનની જરૂર હોવાના મત વચ્ચે રાજય સરકારે ૨૦ શહેરોમાં રાત્રે ૮થી સવારે ૬ સુધીનો કર્ફયુ મૂકી દીધો છે. જેના પગલે હવે આણંદ, નડિયાદ, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, જામનગર, એમ સૌરાષ્ટ્રના ચારે કોર્પોરેશન વિસ્તાર મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભૂજ અને ગાંધીધામ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી સોંપો પડી જશે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં કફર્યુ શરૂ થશે…

આ શહેરોમાં કોરોના સંક્રમણ કાબુ બહાર થઇ ગયાની સ્થિતિ છે. આણંદ શહેરમાં હવે રાત્રે ૮ વાગ્યાથી કર્ફ્યુ શરૂ થઇ જશે. એટલે કે રાત્રે ૮ વાગ્યે સોંપો પડતા પૂર્વે ૭ વાગ્યાથી બજારો ખાલી થવા લાગશે એ લોકો માટે જરૂરી છે.

  • લગ્નમાં માત્ર ૧૦૦ જણાને મંજૂરી : ૩૦ એપ્રિલ સુધી સરકારી કચેરીઓમાં શનિ રવિ રહેશે રજા…
  • રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી કરફ્યુ : ૩૦ એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે…
  • શા માટે ગુજરાત સરકારે લોકડાઉન લાદયું નહી…?

    હાઈકોર્ટની સલાહ પણ સરકારના તેના કારણો અલગ છેઃથોડા દિવસો પણ લોકડાઉનથી વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર થઈ શકે છે : પરપ્રાંતીયની હિજરત સૌથી મોટી ચિંતાઃ લોકડાઉનમાં લોકો સોસાયટી-શેરીઓમાં એકત્ર થશે તો સંક્રમણ વધશે : સરકારને આરોગ્ય સેવાઓ પર વધુ વિશ્ર્‌વાસ : ગત વર્ષ કરતા ડબલ બેડ ઉપલબ્ધ : વેન્ટીલેટરની કમીથી લોકો જો સંયમ રાખશે તો કોરોનાને પાછો ધકેલી શકાશે.