આચાર સંહિતા મામલો ઃ મોદી-શાહ વિરુદ્ધ કોંગ્રેસની પિટિશન સુપ્રીમે ફગાવી

લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પર આચાર સંહિતાના ભંગ મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. બુધવારે સુ્‌પ્રીમ કોર્ટે કેસની સુનાવણી બંધ કરતા કÌšં કે અપીલકર્તાને ચૂંટણી પંચનાં નિર્ણયો પર કોઈ વાંધો હોય તો નવી અપીલ દાખલ કરી શકાય છે. અપીલકર્તા તરફથી અભિષેક મનુ સિંધવીએ કÌšં કે ચૂંટણી પંચે આપેલા આદેશમાં કારણો દર્શાવાયા નથી.
મંગળવારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એેફિડેવિટ રજૂ કરી અને સુપ્રીમ કોર્ટ સમક્ષ વડાપ્રધાન મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ સાંસદ સુÂષ્મતા દેવ તરફથી પણ દાખલ કરાયેલી એફિડેવિટમાં છઠ્ઠી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને ‘ભ્રષ્ટાચારી નંબર ૧’ કહ્યા હતા. કોંગ્રેસે આ નિવેદનને આચારસંહિતાનો ભંગ ગણાવતા કÌšં હતું કે વડાપ્રધાન મોદી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ જે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે તે અત્યંત શરમજનક છે. તે લોકો જેવા ભાષણ કરવા બદલ માયાવતી, આદિત્યનાથ, પ્રજ્ઞા ઠાકુર, મેનકા ગાંધી પર તો ચૂંટણી પંચે કાયદાકીય પગલા લીધા હતા. પરંતુ તે બંને વિરુદ્ધ પણ કોઈ પગલા લેવામાં નથી આવ્યા. અને ચૂંટણી પંચે કોઈ પણ યોગ્ય કારણ આપ્યા વગર જ મોદીને ક્લીનચિટ આપી દીધી છે.