આગામી ૫ વર્ષમાં દુનિયાના ટોચના ત્રણ દેશોમાં ભારતની અર્થવ્યવસ્થાનો સમાવેશ થશે : અમિત શાહ

ગૃહમંત્રીએ લખનૌમાં ૬૫૦૦૦ કરોડના ૨૯૦ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા…

લખનૌ,
તાજેતરમાં લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજાયેલ શિલાન્યાસ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે ૬૫,૦૦૦ કરોડના ૨૯૦ નવા પ્રોજેકટના શિલાન્યાસ કર્યા.
તેમણે લોકોને સંબોધન કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે ૫ અબજ ડોલરની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. તેઓ દેશની અર્થવ્યવસ્થાને ૧૧મા ક્રમેથી ૫મા ક્રમે લઇને આવ્યા છે. હું વચન આપુ છુ કે, આવતા ૫ વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે.
તેમણે એમ પણ કહ્યુ કે, સૌથી પહેલા ઇન્વેસ્ટર સમિતિની શરૂઆત ગુજરાતમા થઇ, પરંતુ ેંઁના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૌપ્રથમ ઇન્વેસ્ટર સમિતિમા સાઇન થયેલા ર્સ્ેંંની ૨૫% યોજનાઓને વાસ્તવમાં સાકાર કરી છે. આના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે.
તેમણે વધુમાં કહ્યુ કે, દેશમાં વર્ષ ૨૦૦૪માં સરકાર બની ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમે દેશને બદલવા સરકાર બનાવીએ છીએ. એમણે ન્યૂ ઇન્ડિયાનું મોડેલ દેશ સામે મૂક્યુ અને દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થઇ. મોદી ખુલ્લી આંખોથી સપના જુએ છે અને જે ખુલ્લી આંખોથી સપના જોતા હોય, તેમને ઉંઘ નથી આવતી. સરકારની મહેનતનું જ ફળ છે કે, આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જીએસટી સારી રીતે લગાડવામાં આવ્યો છે.
’ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ’માં ભારત દેશ દુનિયામાં ૭૭માં ક્રમે પહોંચી ગયો છે.