આખરે કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ : CJI નો ભારતની તરફેણમાં ચુકાદો

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ બાદ કુલભૂષણ જાધવ મામલામાં આખરે ચુકાદો સંભળાવી દેવાયો છે. કુલભૂષણ જાધવની ફાંસી પર આખરે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ICJનો ભારતની તરફેણમાં ચૂકાદો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 16માંથી 15 જજ ભારતના પક્ષમાં હતા જયારે માત્ર એક જ જજ પાકિસ્તાનના સમર્થનમાં હતા. કુષભૂષણને પાકિસ્તાન સ્થિત ભારતના રાજદ્વારીને પરવાનગી મળવાની. ICJએ કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન ચુકાદા પર પુન:વિચાર કરે. પાકિસ્તાને પોતાના જ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.