આઈસીસી વર્લ્ડ કપનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ મેથી થવા જઈ રહ્યો છે.

વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર ૧૫ દિવસનો સમય બાકી છે. તેવામાં ટીમ ઈન્ડયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો પ્રમાણે વિરાટ અને અનુષ્કા હાલમાં ગોવામાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે