સ્પોર્ટ્સ

આઈપીએલમાં ક્રિકેટર શિખર ધવને કલાકોમાં જ મેક્સવેલ પાસેથી છીનવી ઓરેન્જ કેપ…

આઈપીએલ-૨૦૨૧માં દિલ્હી અને પંજાબ વચ્ચે મેચ શરૂ થઇ તે પહેલાં ઓરેન્જ કેપ મેક્સવેલ પાસે હતી. તેણે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ૭૮ રનની પારી રમી હાંસલ કરી હતી. જ્યારે અમુક કલાકોમાં જ ધવને ઓરેન્જ કેપ મેળવી હતી. ધવન અને મેક્સવેલ બાદ સૌથી વધુ રન પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલના છે. તેણે ૩ મેચમાં ૫૨.૩૩ની સરેરાશથી ૧૫૭ રન કર્યા છે. રાહુલે પણ બે અડધીસદી મારી છે. પોઇન્ટ્‌સ ટેબલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબી ટોપ પર છે. તેણે ત્રણ મેચમાં જીત મેળવી છે. તેના ૬ પોઇન્ટ છે. જ્યારે બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ છે. તેના ૪ પોઇન્ટ છે. જ્યારે ૩ મેચમાંથી ૨ મેચ જીતનાર મુંબઇ ઇન્ડિયન્સ ત્રીજા નંબરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button