આઇશા આપઘાત કેસ : પતિએ વોટ્‌સએપ સ્ટેટસ મૂકતા વિવાદ સર્જાયો…

17

કોન ચલા ગયા યે ઇમ્પોર્ટન્ટ નહીં હૈ,કૌન અબ ભી સાથ હૈ વો ઇમ્પોર્ટન્ટ હૈ…

અમદાવાદ : અમદાવાદમાં દહેજને લઈ આઈશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. પણ મોત પહેલાંનાં તેના અંતિમ વીડિયોમાં તેણે હસતાં મોઢે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અને માણસનો ચહેરો ફરીથી ક્યારેય ન બતાવવા ખુદાને કહ્યું હતું. તેવામાં આઈશાના મોત બાદ તેના નફ્ફટ પતિએ વોટ્‌સએપ સ્ટેટસ મુક્યું હતું. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ થઈ રહ્યો છે.
આઈશાએ પોતાના દહેજભૂખ્યા પતિ આરીફ ખાનને કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત પહેલાં પણ આઈશાએ આરીફને ફોન કરી મરવાનું કહ્યું હતું. તે સમયે પણ આરીફે તેને મરવું હોય તો મરી જા એવો જવાબ આપ્યો હતો. આઈશાના આપઘાત પણ તેના નફ્ફટ પતિએ વોટ્‌સએપ સ્ટેટસ રાખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ.
આઈશાના મોત બાદ પણ દુઃખના બે આંસુ વહાવવાને બદલે તેના પતિએ નફ્ફટ બનીને વોટ્‌સએપ સ્ટેટસ મુક્યું હતું. આઈશાના મોતથી જ્યાં હજારો લોકોની આંખો નમ થઈ ગઈ હતી. પણ આઈશાના મોતથી તેના પતિને કાંઈક ફરક જ ના પડ્યો હોય તેમ તેના વોટ્‌સએપ સ્ટેટસ પરથી લાગી રહ્યું છે. હાલ તો હજારો લોકો આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે. અને તેના આવાં સ્ટેટસથી ભારે આક્રોશમાં છે.