આઇપીએલ હરાજીમાં સામેલ થશે ૨૯૨ ખેલાડીઓઃ બીસીસીઆઈએ જાહેર કર્યું લિસ્ટ…

7

મુંબઇ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૦૨૧ સીઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. હરાજીમાં કુલ ૨૯૨ ખેલાડીઓ આવશે, જ્યારે ૮ ટીમોને કુલ ૬૧ પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની આઠ ટીમોએ આ વખતે ૧૩૯ ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે ૫૭ ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ ૧૯૬.૬ કરોડ રૂપિયા દાવ પર હશે.
તમામ ફ્રેન્ચાઇઝી પોતાનો કોટો પૂરો કરવા ઈચ્છે છે અને તે માટે કુલ ૬૧ ખેલાડીઓની જરૂર હશે. જો ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં વધુ ૨૫ ખેલાડીઓ હોય છે તો ૬૧ ખેલાડીઓને લેવામાં આવશે (જેમાંથી ૨૨ સુધી વિદેશી ખેલાડી હોય શકે છે).