આઇપીએલ પહેલાં પોન્ટિંગે પંત,અશ્વિન અને અક્ષરને લઇ ખાસ સંદેશ પાઠવ્યો…

13

ન્યુ દિલ્હી : દિલ્હી કેપિટલ્સ ટીમનાં સ્ટાર ખેલાડી રિષભ પંત આઈપીએલની ૧૪ મી સીઝનની શરૂઆત પહેલા જબરદસ્ત ફોર્મમાં દેખાઇ રહ્યા છે. પંત સિવાય દિલ્હી કેપિટલ્સનાં અન્ય ખેલાડીઓ અક્ષર પટેલ અને આર અશ્નિને પણ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં આઈપીએલની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનાં કોચ રિકી પોન્ટિંગે તેમની ટીમનાં આ ખેલાડીઓ માટે ખાસ સંદેશ આપ્યો છે.
આઈપીએલ ૯ એપ્રિલથી શરૂ થાય તે પહેલા આ ખેલાડીઓનો જબરદસ્ત ફોર્મ ચોક્કસપણે દિલ્હીની ટીમ માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે, ગત આઈપીએલ સીઝનમાં દિલ્હીની ટીમ ફાઈનલ મેચમાં પહોંચી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અંતિમ મેચમાં જીત મેળવી હતી. ત્યારે હવે એકવાર ફરી તેનુ પુનરાવર્તન થઇ શકે અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરી શકાય તે માટે દિલ્હી કેપિટલ્સનાં કોચ રિંકી પોન્ટિંગે આર અશ્વિન, અક્ષર પટેલ અને રિષભ પંત માટે એક ટ્‌વીટ કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, હું દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ફરીથી કામ કરવાની રાહ જોઇ રહ્યો છુ. એવી અપેક્ષા છે કે ગયા મહિને આટલી વિકેટ ઝડપી લીધા બાદ અક્ષર પટેલ અને રવિ અશ્વિનની પાસે કેટલીક વિકેટ લેવાની બાકી હોય અને રિષભ પંતને થોડા રન બનાવવાનાં બાકી હોય. પોન્ટિંગનાં આ ટ્‌વીટ પછી, પંતે ટ્‌વીટ દ્વારા જવાબ આપ્યો, હાહા, તમારી રાહ જોવાઇ રહી છે રિંકી.