આઇપીએલ પહેલાં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો : અક્ષર પટેલ થયો કોરોના સંક્રમિત

8

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ શરૂ થાય એ પહેલાં દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીની ટીમ સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું, “અક્ષર અત્યારે આઇસોલેશનમાં છે અને પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે.”
અક્ષર પટેલ પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સનો નીતીશ રાણા અને વાનખેડે સ્ટેડિયમના ૮ ગ્રાઉન્ડ્‌સમેન પણ સંક્રમિત થયા હતા. આમ, ઇન્ડિયન પ્રીમિયર લીગ ધીરે-ધીરે કોરોના પ્રીમિયર લીગ બનવા તરફ આગળ વધી રહી છે. મુંબઈ ખાતે ૧૦-૨૫ એપ્રિલ દરમિયાન દિલ્હી કેપ્ટિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પોતાની લીગ મેચીસ રમશે.