આંકલાવ પોલીસનો તરખાટ પાસાના અટકાયતી રામાને મોકલ્યો અમદાવાદ સેન્ટ્રલ જેલ

આંકલાવ પોલીસનો તરખાટ
પાસાના અટકાયતી રામાને મોકલ્યો અમદાવાદ સેન્ટ્રલ જેલ
પત્રકાર નિમેષ પીલુન

આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ તેમજ નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ આર.એલ.સોલંકી લોકસભા ચૂંટણી સમયે આંકલાવ પોલીસ હેઠળના વિસ્તારના અસામાજિક તત્વો અને વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમોની પાસા હેઠળ દરખાસ્ત મોકલી આપવાની સૂચના અને માર્ગદર્શન મુજબ આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે.રાઠોડે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ રામાભાઈ મંગળભાઈ સોલંકી રહે ખડોલ [હ] ટાંકીવાળા ફળિયામાં તા.આંકલાવ જી.આણંદ નાઓની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કલેકટરને મોકલી આપી હતી જે દરખાસ્ત મંજુર કરી અટકાયતનો હુકમ કરતા રામા સોલંકીને તાત્કાલિક અટક કરી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી આપતા ગેરકયદેસર વિદેશીદારૂ વેંચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે